HIMATNAGARKHEDBRAHMASABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકામાં અતિશય વરસાદથી ખેતીમાં નુકસાન થવાથી ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ને આપેલું આવેદન પત્ર.
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા તાલુકામાં અતિશય વરસાદથી ખેતીમાં નુકસાન થવાથી ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ને આપેલું આવેદન પત્ર.
ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ ખેડબ્રહ્મા તાલુકાના મોટાભાગના ગામોમાં 10 inch થી કરી 15 ઇંચ સુધી વરસાદ પડતા ખેતીના પાકો તેમજ ખેતીમાં મોટું ધોવાણ થવાથી આજરોજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબને સત્વરે સર્વે કરી ખેડૂતોને યોગ્ય કાર્યવાહી કરવા કરી મદદ કરવા આવેદનપત્ર આપેલ હતું જેમાં ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા મંત્રીશ્રી અરવિંદભાઈ પટેલ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ અને જગુભાઈ નારણભાઈ તેમજ પૂર્વ મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખશ્રી પથુભાઈ દિવ્યા સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા