ઈડર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉછીના પૈસા પાછા ન આપતા ફિચોડ ગામ ના વ્યક્તિને બે વર્ષની સાદી કેદ અને અઢી લાખ ફરિયાદીને વળતર કરવા હુકમ કરાયો
પ્રેસ નોટ
ઇડર તાલુકાનાં બોલુંદ્રા (સોનગરા) ગામના રહીશ પ્રેમેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ ના બોલુંદ્રા મુકામે ખેતી નો વ્યવસાય કરે છે. પ્રકાશકુમાર શંકરલાલ સુથાર ફીંચોડ તા.ઇડર ના રહીશ છે અને ઇડર મુકામે પદ્માવતી ફ્લેટ માં રહે રહે છે અને સુથારી કામનો વ્યવસાય કરે છે. પ્રેમેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ તથા પ્રકાશકુમાર સુથાર નજીક ના ગામના હોઈ અને સુથારી કામ અર્થે બોલુંદ્રા ગામે આવતા જતાં હોઈ એકબીજાના પરિચય માં આવેલ હતા અને સારા સ્મબંધો કેળવાયેલા હતા જેથી પ્રકાશકુમાર સુથાર ને 2018 ની સાલમાં નાણાં ની જરૂરિયાત ઉપસ્થિત થતાં પ્રેમેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ પાસે થી રૂપિયા 2,50,000/- હાથ ઉછીના લીધેલ હતા જે રકમ ની પ્રેમેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ ના એ પ્રકાશભાઈ સુથાર પાસે ઉઘરાણી કરતાં જે રકમ ની ચુકવણી માટે પ્રકાશભાઈ સુથાર ના એ ધી ઇડર નાગરિક સહકારી બેન્ક લી. ઇડર શાખાનો તા.21/1/2020 ના રોજ સ્વીકરાય તે રીતે નો ચેક આપેલ હતો જે ચેક પ્રેમેન્દ્રસિંહ ચૌહાણે તેમના ચાલતા બેન્ક ઓફ બરોડા દેશોતર શાખામાં તા.21/1/2020 ના રોજ બેન્ક માં રજૂ કરતાં ચેક “ કૂંડ્સ ઇન્શફિશિયન્ટ ” થી તા.24/1/2020 ના રોજ સ્વીકારાયાં વગર પરત આવેલ હતો જેથી પ્રેમેન્દ્રસિંહ પ્રવિણસિંહ ચૌહાણે પ્રકાશકુમાર શંકરલાલ સુથાર વિરુધ્ધ એડ્વોકેટ શ્રી રાજેન્દ્રસિંહ એસ. દેવડા તથા એડ્વોકેટ શ્રી ગોવિંદસિંહ આઈ. કુંપાવત ના મારફતે ઇડર કોર્ટ માં તા.16/3/2020 ના રોજ ફો.કે. નં.523/2020 થી કેસ દાખલ કરેલ હતો જે કેસ ચાલી જતાં ફરિયાદી ના એડ્ડ્વોકેટ શ્રી રાજેન્દ્રસિંહ એસ. દેવડા તથા એડ્વોકેટ શ્રી ગોવિંદસિંહ આઈ. કુંપાવત ની દલીલો ધ્યાને લઈ ઇડર ના મે. જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફ. ક. પ્રિયમ બોહરા સાહેબે આરોપી પ્રકાશકુમાર શંકરલાલ સુથાર રહે. ફીંચોડ તા.ઇડર ને કસૂરવાર ઠરાવી ને બે વર્ષ ની સાદી કેદ ની સજાનો હુકમ કરેલ છે.અને રૂપિયા 2,50,000/- ફરિયાદી ને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ તા.2/12/2024 ના રોજ કરેલ છે.