PRANTIJSABARKANTHA
પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામડાના ખેડૂત બહેનોનો પ્રાકૃતિક ખેતી ઉપર જીલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ)
પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામડાના ખેડૂત બહેનોનો પ્રાકૃતિક ખેતી ઉપર જીલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામનાં ખેડૂત બહેનોનો પ્રાકૃતિક ખેતી ઉપર જિલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રેરણા પ્રવાસ દરમિયાન ગઢોડા ગામનાં શ્રી નાથજી ગૌશાળા ની મુલાકાત કરવામાં આવી હતી. તેમાં ગીર ગાયોનું જતન, વનસ્પતિ અર્કો ઘન જીવામૃત અને ગાયના ગોબર થકી અગરબત્તી વિવિધ પ્રોડક્ટ ખેડૂતોએ જોઈ પ્રેરણા મેળવી હતી.ત્યાર બાદ ભાવપુર ખાતે સ્થિત રાજેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિના ઋષિ સંસ્કૃતિ ફાર્મ ઉપર ખેડૂતોએ શાકભાજીનું મોડેલ નિહાળ્યું હતું.સાથે ખેડૂત બહેનોને મોડલ ફાર્મ હાઉસ ઉપર પ્રાકૃતિક ખેતીના મોડલો પણ નિહાર્યા હતા.