HIMATNAGARIDARSABARKANTHA

*ઇડર તાલુકાના જાદર ખાતે આઈએએસ શ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*ઇડર તાલુકાના જાદર ખાતે આઈએએસ શ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*
****


સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના જાદર ખાતે ચીફ એક્ઝ્યુટીવ ઓફિસર, વાસ્મો આઈએએસ શ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આઈએએસ શ્રી સ્તુતિ ચારણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે બાળકોના વિકાસમાં શિક્ષણ એક મહત્વનો પાયો છે. બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી શિક્ષકો તેમજ માતા પિતાની સહિયારી છે.શાળા પ્રવેશોત્સવ બાળકના જીવનમાં અભ્યાસની દિશામાં એક પગથિયું છે.સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી યોજના તેમજ નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ થકી ઉચ્ચસ્તર ના શિક્ષણના પ્રોત્સાહન માટે પ્રયાસો થઈ રહ્યા છે. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તારે માહિતી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં આઈએએસ શ્રી સ્તુતિ ચારણે બાલવાટિકાના 22, ધોરણ -1 ના 3 અને આંગણવાડીના 12 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ જાદર હાઇસ્કુલ ખાતે ધોરણ-9 ના 114 અને ધોરણ 11 ના 57 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરશ્રી તૃષાબેન પટેલ,બીઆરસી કોઓર્ડીનેટરશ્રી સહિત શાળાનો સ્ટાફ, વાલીઓ,નાના ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****

Back to top button
error: Content is protected !!