PRANTIJSABARKANTHATALOD

ગુજરત અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા ને ભારત દેશ માં નેશનલ સ્વીમીંગ પ્રતિયોગીતા માં ગોલ્ડ મેડલ મેળવી ને પ્રસિધ્ધિ મેળવી સાબરકાંઠા જિલ્લા નું ગૌરવ વધાર્યુ હતું

શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર સ્વમિથોન 2024 દ્વારા નેશનલ સ્વિમિંગ પ્રતિયોગીતા 10 કિલોમીટર 5 કિલોમીટર અને 1 કિલોમીટર અને 2 કિલોમીટર સમુદ્ર તરણ નેશનલ પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાંથી 1100 થી વધુ તરણ સ્પર્ધી ઓ અને વિકલાંગ તરણસ્પર્ધી ઓ એ પણ સમુદ્ર તરણ પ્રતિયોગીતા માં ભાગ લીધો હતો. સ્વિમિંગના જાણકાર એવા ગુજરાતના મુખ્ય સ્વિમિંગ કોચ ની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર નૌકાદળના અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો સાંસદ સભ્યો આ સ્વિમિંગ પ્રતિયોગીતા નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની ધોરણ- 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની 5 કિલોમીટર 10 કિલોમીટર સમુદ્ર તરણ પ્રતિયોગીતા માં ભાગ લઈ ને સમુદ્ર તરણ પૂર્ણ કરી સ્વિમિથોન 2024 પોરબંદર ખાતે ઋતુ કુમારી કિરણભાઈ મલેશિયા ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને સમગ્ર ગુજરત અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા ને ભારત દેશ માં નેશનલ સ્વીમીંગ પ્રતિયોગીતા માં ગોલ્ડ મેડલ મેળવી ને પ્રસિધ્ધિ મેળવી હતી. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પ્રથમ અંડર 14 ગર્લ્સ સ્વિમર્સ ઋતુ કુમારી કિરણભાઈ મલેશિયા એ નેશનલ સમુદ્ર તરણ 5 કિલોમીટર અને 10 કિલોમીટર પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને “રમશે ગુજરાત જીતશે ગુજરાત ” માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના સૂત્ર ને સાર્થક બનાવ્યું હતુ અને સાબરકાંઠા જિલ્લા નું ગૌરવ વધાર્યુ હતું સમગ્ર ગુજરાત ભર માંથી સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ઋતુ કુમારી કિરણભાઈ મલેશિયા ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!