HIMATNAGARSABARKANTHA

શ્રી માનનીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી મગનભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત.

અહેવાલ:- પ્રતિક ભોઈ

ગુજરાત સરકારના પૂર્વ કૃષિ શિક્ષણ મંત્રી તેમજ જનસંગ વખતના સક્રિય કાર્યકર શ્રી માનનીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી મગનભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત. ભારતીય જનસંઘ વખતના કાર્યકર્તા અને ગુજરાત સરકારના વિવિધ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ માન્ય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ગુજરાતમાં ભાજપ સરકારની શરૂઆત કરવામાં જે કાર્યકર્તાઓ યોગદાન આપેલ છે તેવા જૂના કાર્યકર્તાઓનો સંપર્ક નિમિત્તે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપાના શ્રી મગનભાઈ મનજીભાઈ પટેલ કે જેઓ એ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ જ જવાબદારી નિભાવી કિસાનો માટે ખૂબ જ કામગીરી કરેલ તેમની સાથે જ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભારતીય કિસાન સંઘના પાયાના પથ્થર સમાન શ્રી રતિભાઈ મેઘજીભાઈ પટેલ પીપળી કંપા કે જેઓએ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને તાજેતરમાં સ્વર્ગવાસ થયેલ અંબાલાલ મેઘજીભાઈ પટેલ કે જે અંબુ દાદા કરેલ ગુજરાતમાં સંગઠન અને સરકાર સાથે સતત સંઘર્ષ બેઠકો અને એના થકી સમાધાન થી ગુજરાતના કિશાનો માટે કરેલ યોગદાન અને માનનીય ચુડાસમા સાહેબે આજ રોજ મગનભાઈ ની મુલાકાત લઈ યાદગાર કરાવી અને પરિવારને અભિનંદન પાઠવેલ હતા. આ સાથે 1995 માં કૃષિ મંત્રી વખતે દોલપુર કંપાલા શ્રી ભાવેશભાઈ અને શ્રી હિતેશભાઈ અને શ્રી હર્ષદભાઈ સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં ઓર્ગેનિક ખેતી અંગે ફરીથી મુલાકાત લેવા જણાવેલ અને મંત્રીશ્રી સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્ય અને અધ્યાપક શિક્ષક સંઘ માન્ય શ્રી બી એલ પટેલ સાહેબ અને રતિ બાપાના પૌત્ર અને સામાજિક આગેવાન શ્રી હિતેશ પટેલ અને આરએસએસના શ્રી નરેન્દ્રભાઈ તેમજ ભારતીય કિસાન સંઘના મહિલા સંયોજક ઉર્મિલાબેન તેમજ કલ્પનાબેન ઉપસ્થિત રહેલા હતા. આ કાર્યક્રમનું તમામ સંકલન ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશ પી પટેલ દ્વારા કરાવેલ હતું અને આજના કાર્યક્રમ દ્વારા મંત્રીશ્રી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા વંદે માતરમ ભારત માતાકી જય
આ સાથે માન્ય મંત્રીશ્રીએ પૂર્વ ધારાસભ્ય શ્રી છબીલભાઈ ના સાથેના કામગીરીને વર્ણવેલ હતા

Back to top button
error: Content is protected !!