“રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવાર્ડ ” સાબર ડેરી સંલગ્ન બાયડ તાલુકાની ગાબટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને પ્રાપ્ત થયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
અમૂલ ના સ્થાપક,શ્વેતક્રાંતિના પ્રણેતા અને પદ્મવિભૂષણ ડૉ.વર્ગીસ કુરિયન ની જન્મજયંતીને “રાષ્ટ્રીય દૂધ દિવસ” ની ઉજવણી પ્રસંગે પશુપાલન અને ડેરી વ્યવસાય માટે સમગ્ર ભારતમાં વર્ષ 2024 નો શ્રેષ્ઠ સહકારી દૂધ મંડળીનો “રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવાર્ડ ” સાબર ડેરી સંલગ્ન બાયડ તાલુકાની ગાબટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને પ્રાપ્ત થયો છે.
આજે નવી દિલ્લી ખાતે કેન્દ્રિય પશુપાલન,ડેરી અને મત્સ્ય પાલન મંત્રીશ્રી,રાજીવ રંજન સિંગ ઉર્ફે લલનસિંહના હસ્તે ગાબટ દૂધ મંડળીના ચેરમેનશ્રી મુકેશભાઇ પટેલ અને સેક્રેટરી શ્રી રમણભાઈ ભરવાડને એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ સાબરડેરી ના ડોક્ટર ડી ડી પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો
સાબર ડેરી તથા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓ માટે ગાબટ દૂધ મંડળીને કાર્યક્ષમ વહીવટ અને પશુપાલનમાં શ્રેષ્ઠ કામગીરી માટે મળેલ “રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવાર્ડ ” એક ગૌરવ પૂર્ણ બાબત છે.
“રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવાર્ડ ” અંતર્ગત ગાબટ દૂધ મંડળીને રૂપિયા ૫ લાખના પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી હતી. ભવિષ્યમાં ગાબટ દૂધ મંડળી અન્ય દૂધ મંડળીઓ માટે પ્રેરણા પૂરી પાડશે.