IDARSABARKANTHA

ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે નવિન સભાખંડ તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

સાબરકાંઠા…

ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે નવિન સભાખંડ તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઈડર તાલુકાની શ્રેષ્ઠ અને વિકાસનાં કાર્યોને ઝડપી વેગ આપનાર નેત્રામલી ગ્રુપ ગ્રા પંચાયતને વિવિઘ એવોર્ડથી સન્માનિત પણ કરાઈ છે…

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે નવિન સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું ગામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા લોકોમાં અનેરી ખૂશી જોવા મળી હતી તેમજ ઉત્સાહી સરપંચ નિલેશભાઈ પટેલ અને પંચાયત દ્રારા કરાતા વિકાસના કાર્યોને ગ્રમાજનોએ બિરદાવ્યા હતા ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખના માદરે વતન ખાતે સરદાર પટેલની પ્રતિમાનું પ્રમુખ જે. ડી.પટેલ તેમજ ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે અનાવરણ કરાયું હતું શ્રેષ્ઠ સરપંચ,સ્વરછ ગામ નિર્મળ ગામ,જેવા વિવિધ વિકાસના કાર્યોને વેગ આપનાર પંચાયતને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિઘ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે…

 

ઉલ્લેખનીય છેકે નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય રમણલાલ વોરા,જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ સહિતના હોદેદારો આગેવાનોએ સરપંચ પદમાબેન પટેલ,નિલેશભાઈ પટેલ,તલાટી પી.એમ.અસારી સહિત પંચાયત બોડીને અભિનંદન પાઠવ્યા હતા જોકે ઉલ્લેખનીય છેકે નેત્રામલી ગામ એ સ્વરછ ગામ નિર્મળ ગામનું સૂત્ર સાર્થક કરતા સફાઈ જેવા કાર્યોમા પણ મોખરેનું સ્થાન ધરાવે છે આજના આધુનિક યુગમાં ગામના મુખ્ય માર્ગો પણ સી.સી.ટી.વી કેમેરા થી સજ્જ કરવામાં આવ્યા છે તેમજ ગામમાં સાઉન્ડ સિસ્ટમ લગાવી સવાર સાંજ આરતી ભજન સંગીતની મજા લેતા નાગરિકો પોતે આનંદ અનુભવી રહ્યા છે…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!