HIMATNAGARSABARKANTHA

અંબાજી યાત્રાધામ ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ

શ્રદ્ધાળુઓને સુગમ- સરળ- સલામત- સવારી- સુવિધા બસમાં બેઠેલો દરેક વ્યક્તિ અંબાજી પહોંચે સલામત ઘરે પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને કલેક્ટરશ્રીની અપીલ

*********

આગામી તા 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી યાત્રાધામ ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ

*********

સાબરકાંઠા જિલ્લામાંથી 350 બસો દ્વારા દરેક તાલુકામાંથી લોકોને લઈ જવા પરત લાવવા માટે શ્રદ્ધાળુ માટે જરૂરી વ્યવસ્થાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા ની સફળ બનાવવા કવાયત તેજ કરાઇ પ્રાંત અધિકારીઓને વીસી દ્વારા માર્ગદર્શન અપાયું પ્રથમ દિવસે 75 બસ મોકલવામાં આવશે

*********

રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 યોજનાર છે.

આ મહોત્સવમાં રોજ સાંજે ૭ કલાકે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી થશે અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. લેસર શો સહિત દિવ્ય ભવ્ય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના લોકો તેમાં સહભાગી થઈ ધન્યતા અનુભવે અને અરવલ્લીની ગીરીકંદરા અને પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરે અને અવિસ્મરણીય અનુભૂતિનો આનંદ મેળવે તે માટે સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં આ અંગે આયોજન અને અમલવારી અંગે બેઠક યોજાઇ હતી. જેમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી પાટીદાર, નાયબ કલેકટર શ્રી ગામીત, નાયબ માહિતી નિયામક શ્રી મછાર, મામલતદાર, પ્રાંત અને સહકારી મંડળીના રજીસ્ટર સહિત સંબંધીત વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર, ટી.ડી.ઓ., અને નગરપાલિકાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે જરૂરી માઈક્રો પ્લાનિંગ કરવા અને શ્રદ્ધાળુઓ પ્રવાસીઓને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારના રૂટ વાઇઝ બસોની ફાળવણી અને સુપરવાઇઝર, લાઇઝન અધિકારી અને તેના નામ સંપર્ક નંબર સહિતની ડેટા એન્ટ્રી કરી અપડેટ લિસ્ટ અને રૂટ તાત્કાલિક ધોરણે મોકલી આપવા જણાવ્યું હતુ.

જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાંથી વધુમાં વધુ લોકો સહભાગી થાય તેવા પ્રયાસો આપણે કરીએ અને શ્રદ્ધાળુઓની સુગમ-સરળ-સલામત-સવારી -સુવિધા પાણી બિસ્કીટ અને ફૂડ પેકેટ બસમાં મળે અને બસમાં બેસેલો દરેક વ્યક્તિ અંબાજી પહોંચે મહોત્સવને માણે અને સલામત રીતે ઘરે પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા વિકસાવવા વહીવટી તંત્રને અપીલ કરી હતી. અને 12 થી 55 વય જૂથના વ્યક્તિઓ આ પરિક્રમામાં જોડાય અને સશક્ત હોય તેવા વ્યક્તિઓ આવે તે ઈચ્છનીય છે અંબાજી ખાતે ૧૯૫૦ પગથિયા ચઢવાના થાય છે અને અંદાજી બે થી ત્રણ કિમી જેટલું અંતર કાપીને પરિક્રમા કરવાની થાય છે. જેથી તંદુરસ્ત વ્યક્તિઓ જોડાય તે આવશ્યક છે. 12 કલાક જેટલો પ્રવાસ કરવાનું થશે. આ પ્રક્રિયા કરતા અંદાજિત 16 કલાકનો સમય જશે તેમાં પરિક્રમા અંબાજી માતાજીના દર્શન, ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એકબીજાના ગ્રુપ બનાવીને સ્નેહીજનો ઓળખીતા અને એક જગ્યાના લોકો એક જ બસમાં બેસે તો વધારે અનુકૂળ અને સરળ રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં નાના ક્લસ્ટર બનાવી બસ પૂરેપૂરી ભરાય તેનું ધ્યાન રાખવું અને રૂટ સુપરવાઇઝર અને સંકલનમાં લાઇઝન અધિકારી તથા જિલ્લા તાલુકાના કંટ્રોલરૂમનો આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવાનું રહેશે. દૂધ મંડળીઓ, સહકારી સંઘ અને યુવક મંડળ તેમજ વરિષ્ઠ નાગરિકો ભાગ લે અને વહીવટી તંત્ર દ્વારા સરળતા સુગમતા માટે પ્રયાસો કરવામાં આવશે. આ અંગે કલેક્ટર શ્રીના સંકલનમાં રહી સમગ્ર કાર્યક્રમના લાઇઝન તરીકે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીની અમલીકરણ માટે નિયુક્ત કરાયા છે. જિલ્લા કંટ્રોલરૂમ ના સંપર્ક માટે પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસરને બસમાં પીવાનું પાણી, ફૂડ પેકેટ સમયસર રૂટની રવાનગી પરત આવે ત્યાં સુધીનું રિપોર્ટિંગ કરવા સુપરવાઇઝરને જવાબદારી સોંપાઈ છે. બસમાં સલામતી માટે હોમગાર્ડની વ્યવસ્થા, આરોગ્ય વિભાગને આરોગ્ય ઈમરજન્સી સેવાઓ માટે દવા મોબાઈલવાન સ્ટેન્ડ બાય રાખવાની રહેશે. જિલ્લા કંટ્રોલરૂમ સાથે રૂટની વિગતો તથા કોમ્યુનિકેશન માટે નાયબ કલેક્ટર શ્રી, સ્ટેમ્પ ડ્યુટીને જવાબદારી સોંપવામાં આવી છે અને ઓવરઓલ જવાબદારી નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ મોનિટરિંગ કરશે.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!