ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન, નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ તથા પાઇલોટીંગની ઇકકો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૨૮૯ કિ.રૂ.૬૨,૨૭૦/-તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ઈકો ગાડી કિ.રૂ ૨,૦૦,૦૦૦/- તથા ફોન નંગ-૩ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૭,૦૨,૨૭૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, નરસિંહભાઈ, HC વિનોદભાઈ. કલ્પેશકુમાર, નિરીલકુમાર, PC પ્રહર્ષકુમાર, હિમાંશુ, ડ્રા.PC જતીનકુમાર, વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન ASI નરસિંહભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે “એક સફેદ કલરની શોર્ટે સ્વીફ્ટ ગાડી નંબર-GJ09BB5060 માં શામળાજી તરફથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાયગઢ થઇ ગાંભોઇ થઈ હિંમતનગર થઇ ચિલોડા તરફ જનાર છે જે ગાડીની આગળ એક સફેદ કલરની ઈકો ગાડી નંબર- GJ09BF6530 થી બે ઇસમો તે ગાડીનું પાઇલોટીંગ કરે છે.” જે બાતમી હકીકત આધારે પોલીટેકનીક ચાર રસ્તા નજીક હાઈવે રોડ હિંમતનગર પાસે નાકાબંધી કરેલ તે દરમ્યાન ગાંભોઈ તરફથી બાતમી મુજબની પાયલોટીંગ કરતી ઈકો ગાડી તથા તેની પાછળ સ્વીફ્ટ VDI ગાડી આવતા બન્ને ગાડીઓને રોડ બ્લોક કરી રોકી લઈ બન્ને ગાડીઓના ચાલકો તથા અન્ય એક ઇસમને પકડી પાડેલ અને સ્વિફટ ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ હોઈ, બોટલ ટીન/નંગ- ૨૮૯ કિ.રૂ.૬૨,૨૭૦/-તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા પાઇલોટીંગની ઈકો ગાડી કિ.રૂ ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૭,૦૨,૨૭૦/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઈ) વિગેરે મુજબનો પ્રોહી કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
(૧) વિદેશી દારૂની બોટલ ટીન / નંગ-૨૮૯ કિ.રૂ.૬૨,૨૭૦/-
(૨) એક મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૪૦,૦૦૦/-
(૩) એક સફેદ કલરની સ્વીફ્ટ ZXI ગાડી નંબર GJ09BB5060 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
(૪) એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ09BF6530 કિ.રૂ ૨,૦૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ. ૭,૦૨,૨૭૦/-નો મુદ્દામાલ
આરોપીઓ
(૧) જયપાલસિંહ ઉર્દૂ કાળુભા નરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૬ રહે.અંબે માતાના મંદિર પાછળ રંગપુર પો.કારછા તા.ભિલૉડા જી.અરવલ્લી (રસ્વીફ્ટ ગાડીનો ચાલક)
(૨) જયરાજસિંહ દિલીપસિંહ જાડેજા ઉ.વ.૨૪ રહે.રંગપુર પો.કારછા તા.ભિલૉડા જી.અરવલ્લી (ઇકો ગાડીનો ચાલક પાઇલોટીંગ)
(3) જયપાલસિંહ કિરીટસિંહ ઝાલા ઉ.વ.૨૧ રહે.કઠવાડીયા તા.હિંમતનગર જી.સાબરકાંઠા (ઈકો ગાડીમાં પાઈલોટીંગ)
(૪) પંડિત નામનો માણસ (રાજસ્થાન રતનપુર બોર્ડર નજીક ઇંગ્લીશ દારૂની દુકાનથી માલ આપનાર)
(૫) ગંગાબેન રહે.છારાનગર અમદાવાદ માલ મંગાવનાર)