IDARSABARKANTHA

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર યોજાઇ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર યોજાઇ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર દાંતીવાડા તાલુકાના ભાડલી કોઠા ગામે યોજાઈ. સદર કાર્યક્રમમાં ૫૦ જેટલા ખેડુત ભાઇ-બહેનોએ ભાગ લીધેલ. સદર કાર્યક્રમમાં ડો.આઈ. એન.પટેલ, આચાર્ય ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલય, સરદારકૃષિનગરએ ભૂમિ સંરક્ષણનુ મહત્વ સમજાવી તેના સંરક્ષણ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપકે પ્રાકૃતિક ખેતી વિષે ખેડૂતોને સવિસ્તાર સમજાવેલ. ડો.એસ.જે.વાઘેલા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે મિલેટ પાકોનું મહત્વ અને તેની ઉપયોગીતા વિષે માહીતગાર કર્યા. ડો. કે. એસ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના મુદ્દાઓ વિશે ખેડુતોને માહિતી આપેલ. ઉપસ્થિત રહેલ. અંતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી તેજસ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવેલ.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!