HIMATNAGARSABARKANTHA

તલોદ/પ્રાંતિજ ના ડીલર જ્યોતિ ઓટોમોબાઇલ કંપની દ્વારા બંને તાલુકાના આશરે ૧૦૦ ખેડૂત ખાતેદારો નીં હાજરી માં કેક કાપી ઉજવણી કરવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ

ટાફે કંપની દ્વારા સમગ્ર દેશમાં ખેતી માટે ૧૮ હોષૅપાવર થી ૬૫ હોષૅપાવર સુધી ના ટુ વ્હીલ થીં ફોર વ્હીલ ડ્રાઇવ સાથે કાર્ય કરે તેવા અલગ અલગ મોડલ ના ગ્રાહકો નીં પસંદગીઓ પ્રમાણે મોડલ અપડેટ્સ કરવામાં આવેલ છે

ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને અત્યારે હાલમાં સમગ્ર દેશમાં ટ્રેક્ટર સિવાય ખેતી કરી શકાય તેમ નથી કારણ કે અતિશય રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ થીં જમીન ખુબ કડક અને કઠણ થઈ ગઈ છે અને આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ અને ઉત્તરોત્તર વધતા ઉધોગ નીતિ થકી ટ્રેક્ટર સિવાય ખેતી કરી શકાય તેમ નથી ગુજરાત માં હાલમાં મહિન્દ્રા, સ્વરાજ,જોન ડીયર,સોનાલીકા, આયશર, ટેમ્પો ન્યુ હોલેન્ડ,ટાફે ( મેશી ) જેવી અનેક કંપનીઓ દ્વારા ખૂબ ચીવટથી તૈયાર કરવામાં આવેલ ટ્રેક્ટર કંપની દ્વારા વેચાણ કરવામા આવે છે અને તે પૈકી ટાફે ( મેશી) કંપની દ્વારા સમગ્ર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય બની છે અને ગુજરાત માં મેશી કંપની ની ૫૮ ડીલરશીપ છે આ ઉપરાંત ડાયનાટેક ટ્રેક્ટર માં એક ગેયર પાડવાથી એકવીસ ગેયર આગળ પાછળ થઈ શકે છે
૩૦ વર્ષ કરતાં વધુ સમય થીં ગુજરાત રાજ્ય માં પ્રથમ હરોળમાં મેંશી ટ્રેક્ટર વેચાણ પર છે આજરોજ તા ૨૩/૫/૨૦૨૫ ના રોજ આ સંસ્થા નેં ૬૫ વર્ષ પુર્ણ થયા છે તેની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં દરેક સ્થળે સવારે સાડા નવ વાગ્યેથી બાર વાગ્યે એક સાથે ઓંનલાઈન ઉજવણી કરવામાં આવી હતી અને તે રીતે તલોદ/પ્રાંતિજ ના ડીલર જ્યોતિ ઓટોમોબાઇલ કંપની દ્વારા બંને તાલુકાના આશરે ૧૦૦ ખેડૂત ખાતેદારો નીં હાજરી માં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ સમયે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ ના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી,ઉપ પ્રમુખ શ્રી,સહ મંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાયૅકમ નેં સફળતા મળે તે હેતુથી દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો પોત પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને કાયૅકમ પુર્ણ થયા બાદ ભોજન કરાવવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!