પોલીસ પર હુમલો કરનાર આરોપીઓને વકીલોની ધારદાર દલીલો થકી ગુજરાત હાઇકોર્ટ માંથી જામીન પર મુક્ત કરાયા
સાબરકાંઠા…
પોલીસ પર હુમલો કરનાર આરોપીઓને વકીલોની ધારદાર દલીલો થકી ગુજરાત હાઇકોર્ટ માંથી જામીન પર મુક્ત કરાયા….
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારનાં પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે લાઇસન્સ વિનાની બંદૂક સાથે આરોપીની અટક કરવા પહોંચેલી પોલીસ પર આરોપી સહિત સો જેટલા માણસોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમજ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારે આરોપી સહિત અન્ય ઈસમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. જોકે ઈડર તેમજ અમદાવાદ હાઈકોર્ટના વકીલોની ધારદાર દલીલોને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટે આરોપીને સરતી જામીન પર મુક્ત કરતા પરિવારમાં ખુશી વ્યાપી છે. ઈડરના વકીલ એપી. ગઢવી, આર.એ.ગઢવી, પી.જે.નિનામા, એન.આર. ઓ ઓજાત, તેમજ ગુજરાત હાઈકોર્ટ નાં વકીલ દિલીપસિંહ.એમ.ગઢવી, તમામના પ્રયત્નોથી પોલીસ પર ફાયરિંગ કરનાર આરોપીઓને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયગાળા બાદ હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવતા પરિવારે એ વકીલોનો આભાર માન્યો હતો…