HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની જિલ્લા કારોબારી સમિતિ ની બેઠક સર્કિટ હાઉસ હિમતનગર ખાતે યોજાઈ
અહેવાલ :- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની જિલ્લા કારોબારી સમિતિ ની બેઠક સર્કિટ હાઉસ હિમતનગર ખાતે ઝોન પ્રભારી મનોજ ભાઈ રાવલ અને અર્જુન ભાઈભાટી ની ઉપસ્થિતિ માં સિનિયર પત્રકાર અશ્વિન ભાઈ ઉપાધ્યાય ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પ્રમુખ તરીકે રાકેશ ભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે એસ એન રાઠોડ ની સર્વાનુમત્તે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી બંનેની નિમણૂક ને ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોએ વધાવી અભિનંદન પાઠવ્યા હતા