વિશિસ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ- શ્રેષ્ટ શિક્ષકો તથા સંસ્થાના નિવૃત કર્મચારીઓનો સન્માનનો ત્રિવિધ સન્માન સમારંભનું આયોજન
ઇડર શહેરના ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા શાખા ઇડરનો વિશિસ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ- શ્રેષ્ટ શિક્ષકો તથા સંસ્થાના નિવૃત કર્મચારીઓનો સન્માનનો ત્રિવિધ સન્માન સમારંભનું આયોજન સંતશ્રી શાન્તીગીરીજી મહારાજ વડીયાવીર, જ્ઞાનાનંદજી નવારેવાસ તથા સંતશ્રી રામજીબાપા -ધોલવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ઈડર શહેરના શ્રેષ્ઠી શ્રી કુલદીપસિંહ જાડેજા ચેરમેનશ્રી ઇડર નાગરિક સહકારી બેંક ઇડર. ઇડર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી જયસિંહ તંવર સામાજિક કાર્યકર શ્રી વિપુલભાઈ પરમાર. એલ.આઈ.સી. ઈડરના ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી ભરતભાઈ પંડિત હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના આદ્યસ્થાપક શ્રી પ્રો. ભાસ્કરભાઈ મહેતાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ ગાંધી, માનદ્ સામાન્ય મંત્રી શ્રીમતી સોનલબેન દોશી, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ એન.જી. પ્રોજેક્ટ હિંમતનગર તથા રમેશભાઈ શાહ તેમજ સર્વાનંદ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ખજાનચી શ્રી બીપીનભાઈ ઉપાધ્યાય અને વિશિષ્ટ શિક્ષિકા શ્રીમતી અલ્પાબેન ચોથાણીએ કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને સંસ્થાનો પરિચય ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પંડયા એ કર્યો હતો. સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતાએ સંસ્થામાં હાલમાં ચાલતા અને ભવિષ્યમાં ચલાવવાના પ્રોજેક્ટ વિષે માહિતી આપી હતી. સંસ્થા તરફથી વિવિધ ક્ષેત્રે પહેલો, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંતો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારો અને મહેમાનો એ સંસ્થાને માતબર રકમનું દાન જાહેર કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ડૉ. પૂર્વેશ પંડયા એ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કન્વીનર શ્રી હર્ષદભાઈ પટેલ અને સંસ્થાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ