સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ગણિત-પર્યાવરણ,સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમો સાથે અનુબદ્ધ જળવાય તે માટે શાળાના આચાર્ય નિલેશભાઈ ડી.સોલંકી દ્વારા આયોજન કરી ઈલાવ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરવામાં આવી.શાળા દ્વારા બાળકોને બેંક,પોસ્ટ-ઓફિસ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,બસ-સ્ટેશન,બજાર,ગામ પંચાયતની મુલાકાત ગોઠવી હતી.તેમના વિશે પરિચિત થાય તે હેતુ રહેલ છે.બાળકો તેમના રોજ-બરોજ જીવનવ્યવહારમાં તેમનો ઉપયોગ કરતાં શીખે. બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીગણએ વિવિધ યોજના,જરૂરી ફોર્મ બતાવી બેંક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા હતા.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વોર્ડની કામગીરી સહિતની કામગીરીની સંપૂર્ણ વિગતવાર ઊંડાણપૂર્વક સમજ આપી હતી.શાળા પરિવાર દ્વારા બાળકોને આઇસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. બાળકોનો એક જ સૂર હતો કે આજે અમને જીવનમાં કંઈક નવું શીખ્યા અને અમોને આજે ખૂબ જ મજા આવી.શાળાના આચાર્ય નિલેશભાઈ,શિક્ષકગણ નરેશભાઈ,તેજસભાઈ,જનકભાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.