BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: અમેના પાર્ક ખાતે સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ભોલાવનું ઉદ્દઘાટન કરાયું, ખલીફએ સૈખૂલ ઈસ્લામ સૈયદ મુઝફ્ફર બાપુ ખાસ ઊપસ્થિત રહ્યા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ અમેનાં પાર્ક ખાતે પયગંબર સાહેબના વંશજ હુજુર સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અશરફીયુ જીલાનીના નામે સંચાલીત સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ભોલાવ બ્રાંન્ચનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈ પણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલ સમગ્ર ભારતમા કાર્યરત પૈકી ભરૂચ ભોલાવ સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટનું ઉદઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝગફ્ફર હુસેનના હસ્તે કરવામાં ઈસાર આવ્યું હતું. ટ્રસ્ટ ભોલાવનુ ઉદ્દઘાટન કાર્યક્રમ હાફિઝ ઈસાર કાદરીના નેતૃત્વમા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી.ત્યાર બાદ ટ્રસ્ટનાં ઉદ્દેશો અને કાર્યો વિશે મુઝફફર બાપુએ પ્રકાશ પડ્યો હતો.તેમજ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠીએ ટ્રસ્ટનાં કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં સૈયદ અશરફી બાપુ,સૈયદ નઝીમ બાપુ, મૌલાના ગુલામ હુસેન, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી ઉપસ્થિત રહ્યા હતા. સૈખૂલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરુરીયાતમંદોને સામાજીક, શૈક્ષિક,આર્થીક, આરોગ્યને,રોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તીઓમાં પ્રભાવીત લોકોની વ્હારે આવી માનવતાને મહેકાવતા કાર્યો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!