BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
બંબુસર ખાતે આવલી હજરત અબ્દુલ રેહમાંન શાહ બાવા અને આલમ શાહ બાવા ની 29 માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ..
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવા ની દરગાહ ઉપર શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઈમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મોલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
સંદલ શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીયોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.