GUJARATMEHSANAVIJAPUR

ખેરાલુ નગરપાલિકા દ્વારા રોગઅટકાયત અને સાવચેતીના પગલાં રૂપે સફાઈકામ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો

ખેરાલુ નગરપાલિકા દ્વારા રોગઅટકાયત અને સાવચેતીના પગલાં રૂપે સફાઈકામ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા અને ખેરાલુ શહેરમાં પડેલા વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે શહેરમાં પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે એમ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રેરકભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદ બાદ જેના પગલે વરસાદ પહેલાં અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે .નગરની સાફ સફાઈ માટે સફાઈકર્મીઓ મહેનતથી શહેરની સફાઈમાં લાગેલા છે. આજે પણ ખેરાલુ ના મેઇન બજાર, સરકારી દવાખાના પાસે, અંબાજી રોડ વગેરે સ્થળોએ સફાઈ કરી ને દવાનો છંટકાવ કરેલ છે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button