BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકાના ભરકાવાડા પ્રા. શાળા ખાતે સંકલ્પ વૃક્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ ના ભરકાવાડા પ્રાથમિક શાળા ખાતે સંકલ્પ વૃક્ષ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શિક્ષા સચિવ ગાંધીનગર મહેશ મહેતા ની પ્રેરક ઉપસ્થિતિમાં તેઓના વરદ્ હસ્તે વટ વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષા સચિવ મહેશ મહેતા એ જણાવ્યું હતું કે, રાજ્યમાં જુદી જુદી જગ્યાએ અંદાજે 2500 વટવૃક્ષ રોપવામાં આવ્યા છે. જિ.પ્રા.શિક્ષણાધિકારી વિ.એમ. પટેલ,ગીતાબેનચૌધરી,એજ્યુકેશનલઈન્સપેક્ટર,રાજેશભાઈ પ્રજાપતિ, મ. જિ. પ્રો. કો. ઑ., અશોકસિંહ વાઘેલા, જિલ્લા એન્જિનિયર ડૉ. મોંઘજીભાઈ એલ. પટેલ, બીઆરસી કો ઑર્ડિનેટર, વડગામ, ભવનેશ પટેલ, ટીઆરપી, વડગામ, ભરતભાઈ સોલંકી, સીઆરસી કો., અધિકારીઓ, કર્મચારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.