ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ભરેલ કાર પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંખેડા પોલીસ ટીમ.
શ્રી સંદિપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અઘિક્ષકશ્રી, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ જીલ્લામા ચાલતી ગેરકાયદેસર પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્તનાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહિ કરવા જણાવેલ તથા પ્રોહી/જુગાર ડ્રાઇવ ચાલતી હોય તે અનુસંધાને જે.ડી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર સંખેડા પોલીસ સ્ટેશન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનના શ્રી વી.ડી.બારીઆ I/C પોલીસ ઇન્સ્પેકટર સંખેડા પોલીસ સ્ટેશન તથા પોલીસ સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ રહી હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે બાતમી હકીકત મેળવી સંખેડા પો.સ્ટે વિસ્તારના ગોલાગામડી માલુ વસાહત ગામ ખાતે નાળા પાસે રોડ ઉપર ઈગ્લિશ દારૂ ભરેલ કારને કોર્ડન કરી ગે.કા.ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ કિ.રૂ.૨,૫૭,૭૬૦/- નો મુદ્દામાલ તેમજ એક કાર તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે મળી કુલ કિ.રૂ.૬,૬૭,૭૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી પ્રોહી ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ કરતી સંખેડા સર્વેલન્સ ટીમ.
:-પકડાયેલ આરોપી ઃ-
ઈતેશભાઈ દેસિંગભાઈ રાઠવા ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે-માલ ફળીયા રંગપુર તા.છોટાઉદેપુર જી.છોટાઉદેપુર
ઃ- કબ્જે કરવામા આવેલ મુદ્દામાલઃ-
(૧) માઉન્ટ ૬૦૦૦ એક્ટ્રા સ્ટ્રોંગ બીયર પતરાના ટીન તથા ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કી ના પ્લાસ્ટીકના ક્વાટર કુલ નંગ-૧૯૨૦ ની કુલ કિ.રૂ.૨,૫૭,૭૬૦/-
(૨) પ્રોહી મુદામાલની હેરાફેરી માટે ઉપયોગમા લિધેલ બ્રેઝા કાર નંગ.૦૧ કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
(૩) આરોપીની અંગ ઝડતી માથી મળી આવેલ એન્ડ્રોઈડ મોબાઇલ નંગ.૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ /- મળી
કુલ કિમત રૂ. ૬,૬૭,૭૬૦/-
:-પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ :-
(૧) શ્રી વી.ડી.બારીયા I/C પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અ.હે.કો. શૈલેષભાઈ કનુભાઈ બ.નં.૦૮૩
(૩)આ.પો.કો. રાહુલસિંહ ઘનશ્યામસિંહ બ.નં.૦૨૪૭
(૪)આ.પો.કો. અક્ષયભાઈ સામતભાઈ બ.નં.૦૨૨૪
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર