GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ.

તારીખ ૨૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!