સંતરામપુર નગરપાલિકા નાં સફાઈ કર્મચારી કાળુભાઈ વયમર્યાદાને લઈ થયા નિવૃત
સંતરામપુર નગરપાલિકા નાં સફાઈ કર્મચારી કાળુભાઈ વયમર્યાદાને લઈ થયા નિવૃત.
———————————————
રિપોર્ટર…..અમીન કોઠારી મહીસાગર
નગરને સ્વંચ્છ સુધડ અને સુંદર બનાવવા અને ટકાવી રાખવા સફાઈકર્મચારીઓની ભૂમિકા ખુંબ જ મહત્વની રહેલી છે. શિયાળો હોય, ચોમાસુ કે પછી ઉનાળો તેઓ વહેલી સવારે ઉઠી સૌપ્રથમ સમગ્ર નગર માંથી કચરો ઉઠાવી ગંદકી સાફકરી નગરના લોકો ઉઠે તે પહેલા સમગ્ર નગરને ચોખ્ખું અને સ્વચ્છ બનાવી દેતા હોય છે.
આવાજ એક સફાઈ કર્મચારી એટલે કાળુભાઈ વેચાતભાઈ સોલંકી તેઓ ૧૯૮૩-૮૪વર્ષ માં સંતરામપુર નગરપાલિકામાં ગટર સફાઈ કર્મચારી તરીકે રોજમદાર માં જોડાયા હતા બાદ ૨૦૧૮માં સરકાર ની ભરતી પ્રકિયા માં પાંચ વર્ષના કરારમાં કાયમી નિમણુંક થયેલ અને ત્યાંર પછી તેઓ રેગ્યુલર પણ થઈ ગયેલ હતા. સતત ૪૧વર્ષ સુંધી સફાઈ કામદાર તરીકે સેવા બજાવી વય મર્યાદા ને લઈ તેઓ નિવૃત થયા હતા. કાળુભાઈ શરૂઆત થીજ પોતાની કામગીરી પ્રત્યે નિષ્ઠાવાન હતા.
તારીખ:-૩૦/૦૬/૨૦૨૫ના રોજ વય મર્યાદાને લઈ નિવૃત થતાસંતરામપુર નગરપાલિકા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. વિદાય સમારંભમાં સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નિશાબેન મોદી, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, ઉપપ્રમુખ જીતેન્દભાઈ ઝાલા, કારોબારી અધિયક્ષ સ્નેહલભાઈ મહેતા,એસ. આઈ. નિલેશભાઈ સોલંકી, નિવૃત એસ.આઈ. પ્રવીણભાઈ સોલંકી, ગુજરાત સફાઈ કામદાર મહા મંડળ જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકી, તેમજ કર્મચારીગણ, સફાઈ કામદારો વિગેરેના ઓએ તેમની કામગીરી ને બિરદાવી પોતાના જીવનકાળ દરમિયાન તેમની સાથેના અનેક સ્મરણોયાદકરી તેઓ પોતાનું નિવૃત્તિમય જીવન સુખ, શાંતિ અને નિરોગીમય રીતે જીવેની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત સફાઈ કામદાર મહા મંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા એ પણ હાજર રહી ન શકતા શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
નગરપાલિકાના અધિકારી/પદાધિકારી કર્મચારીગણ, સફાઈકામદારો સમાજના આગેવાનો શ્રી કાળુભાઈના સગા સંબધિઓ ખુંબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને અલગ અલગ મોમેન્ટો, ફુલહાર આપી સાલ ઓઢાડી સન્માન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.



