અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રતિનિધિ તરીકે સતીશ પટેલ ઘોષિત કરાયા
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 9 માસ થી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મળેલ બંધારણના વિરુધ પ્રક્રિયાના આક્ષેપો ઉઠ્યા છે.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં પણ,ભિલોડના તમામ શિક્ષકોને બંધારણ વિરુધ મતદાનથી તેમજ મતદાર યાદીમાં દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા,ગત 29 જુન ના રોજ પોલીસ અને બાઉન્સરોની સુરક્ષા વચ્ચે મોડાસાના લીંભોઈ મુકામે જે કારોબારી બોલાવી તે પણ બંધારણ વિરુદ્ધ હોવાના આક્ષેપોની ચર્ચાએ જોર પકડયું હતું.કારોબારી સભ્યોની યાદી બનાવી ને ગેરકાયદેસર મિટીંગ બોલાવી ઠરાવ કરવામાં આવ્યો તેમાં ભિલોડા અને મેઘરજ ના કારોબારી સભ્યોની યાદી બદલી નાખી અને સાચી કારોબારી સભ્યોને પ્રવેશ આપવામાં ન આવ્યો હોવાના અને ગેરકાદેસર બંધારણ વિરુદ્ધ પ્રાથમિક શિક્ષક સંઘ કામ કરી રહ્યો હોવના આક્ષેપો વચ્ચે ભિલોડા,મેઘરજ સહિત અન્ય તાલુકા અને જિલ્લાના કારોબારી સભ્યોએ રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ ને રજૂઆત બાદ,અરવલ્લી જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ તરીકે સતીશ પટેલને ઘોષિત કરતા શિક્ષક સંઘના આગેવાનો સભ્યો અને શુભેચ્છકો એ સતીશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.