સાયલાના આયા ગામની સીમમાંથી કટીંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
પર્વને ધ્યાનમાં લઇ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નું હેરાફેરી કટીંગ સાયલા પોલીસે ઝડપી પાડ્યું.
સાયલા પોલીસને મળી મોટી સફળતા.
આયા ગામની સીમમાં કટીંગ દરમિયાન ૪૭ લાખ નો દારૂ, ટાંકો તથા પીકપ સહિતનો મુદ્દામાલ સાયલા પોલીસે ઝડપી પાડ્યો.
પી.આઇ બી.એચ. સિંગરખીયા, પી.એસ.આઇ.એચ.એન ઝાલા અને પી.એસ.આઇ એસ.ડી.પટેલ સહિતના પોલીસ સ્ટાફ ને મળી સફળતા.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના આયા ગામની સીમમાં બાતમી ના આધારે ૪૭ લાખ થી વધુ જેમાં ટેન્કર, પીકપ,મોટરસાયકલ તથા મોબાઈલ સહિતનો માલ મુદ્દામાલ સાયલા પોલીસે ઝડપી પાડ્યો છે. પર્વને ધ્યાનમાં લઇ સાયલા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી જોવા મળતી હોય છે જ્યારે બાતમીના આધારે આયા ગામની સીમમાં કટીંગ દરમિયાન સાયલા પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા