કેશોદ તાલુકાની પી.એમ. શ્રી કણેરી પ્રાથમિક શાળા, અજાબ પે સેન્ટર શાળા, શેરગઢ સીમ શાળા, કન્યાશાળા તથા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૫ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ શાળા પ્રવેશોત્સવ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે પ્રાંત અધિકારીશ્રી કેશોદ, મામલતદારશ્રી કેશોદ, ટી.પી.ઓ. શ્રી જોગિયા, રુટ લાઈઝન અધિકારીશ્રી, બી.આર.સી. કો- ઓર્ડીનેટરશ્રી ડૉ.બી.એ.નંદાણિયા સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને, બાલવાટિકાના પ્રવેશપાત્ર બાળકોને તથા ધોરણ ૯ ના પ્રવેશપાત્ર વિધાર્થીઓને શૈક્ષણિક કીટથી સન્માનિત કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભુલકાઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સાથે પી.એમ. શ્રી કણેરી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારીશ્રીના હસ્તે ઇન્ડોર ગેમ્સ માટેના ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ



