મેંદરડા સ્થિત શ્રી ગાયત્રી વિનય મંદિર માં આજરોજ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ -2025 અંતર્ગત ધોરણ 09 તથા ધોરણ 11 માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને આવકારવામાં આવેલ.તેમજ તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે pgvcl મેંદરડા ના નાયબ એન્જિનિયર શ્રી વિશાલભાઈ ત્રિવેદી, જુનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર ના પ્રતિનિધિ શ્રી મહેશબાપુ અપારનાથી, મેંદરડાના સરપંચ શ્રી જે.ડી.ખાવડુ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ, વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મહેતા, મહામંત્રી શ્રી કરણભાઈ દાણીધારીયા, સી.આર.સી. શ્રી મેનાબેન ચૌહાણ તથા ડાબસરા સાહેબ, શાળાના આચાર્યશ્રી મનોજભાઈ કથીરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ