GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાનાં બિદડા.મધ્યેના મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અને ભેટ સોગાદો આપીને રંગેચંગે શાળા પ્રવેશ કરાવાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૯ જૂન : “ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના માંડવી તાલુકામાં પદાધિકારીઓ અને અધિકારીઓ અને બિદડા ગામના સરપંચ જયાબેન પટેલ, માંડવી તાલુકાના પુર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, તાલુકા પંચાયત સદસ્ય જેક્શનભાઈ સંઘાર, બિદડા ગ્રામ પંચાયત સદસ્યો,એસએમસી અધ્યક્ષ, જીતુભાઈ મારવાડા, હંસરાજ ગરવા,પુનશીભાઈ વિંઝોડા, રમેશભાઈ પાયણ,એ હાજરીમાં આંગણવાણી, બાલવાટીકા અને ધોરણ ૧માં પ્રવેશપાત્ર વિધાર્થીઓને તીલક કરીને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવાયો હતો.

બિદડા મફતનગર શાળા નં -૨ નારાયણ બાગ પ્રાથમિક શાળા ના ભુલકાઓને બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં – ૨ ખાતે કચ્છ જિલ્લા ખાણખનીજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સોહીલભાઈ રફાડીયા અને લાઈજન ઓફિસર જતિનભાઈ પેથાણી ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સોહીલભાઈ રફાડીયા

એ વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા લાવવાની વાત પર ભાર મુક્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના કરીને બાળકોના ઉજજ્વળ ભવિષ્યની કામના કરી હતી.

સરકારી માધ્યમિક મફતનગર પ્રાથમિક શાળા નં -૨, નારાયણ પ્રાથમિક શાળા આ શાળામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સોહીલભાઈ રફાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્સાહભેર બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના પુર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘાર એ પ્રાસંગીક ઉદ્બોધન તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.

કાર્યક્રમમાં અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ જેવી મહત્વની યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને શાળામાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો તેમજ મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકની ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને અગ્રણીઓએ વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી.બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં-2.ના આચાર્ય ઉષાબેન ઠક્કર, તેમજ નારાયણ બાગ પ્રાથમિક શાળા ના આચાર્ય એ શાળા વતી પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ના પ્રસંગ મા પધારેલ તમામ મહેમાન શ્રીઓ નુ અભિવાદન કર્યુ હતુ.

Back to top button
error: Content is protected !!