ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં પારદર્શક વહીવટના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારની બુમ,નેતાઓ અધિકારોના પોકળ દાવા !!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં પારદર્શક વહીવટના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારની બુમ,નેતાઓ અધિકારોના પોકળ દાવા !!

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.એ પછી કથિત નકલી સિંચાઈ કચેરી,રોડ અને રસ્તાઓમાં ભ્રષ્ટાચાર,કચેરીઓમાં થતી આઉટસોર્સમાં ભરતી,નકલી પ્રાંત અધિકારી કે નકલી પોલીસ કર્મી કે પછી પોલીસ કર્મી બુટલેગર કેમ ન હોય,જિલ્લાના તમામ વિભાગો માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ફુલીફાલી છે.એટલે જ ભ્રષ્ટ બાબુઓ લોચ કેસમાં જડપાય છે.નેતાઓ અધિકારીઓ ભલે જિલ્લામાં પારદર્શક વહીવટના બંણગા ફૂંકતા હોય,પણ એવુ નથી ભ્રષ્ટાચાર ચાલે છે એ જગ જાહેર હોવાના આક્ષેપોની બુમો ઉઠી છે.એટલેજ લોકોને રસ્તા પર ઉતરી આવી દંડવત યાત્રા,પદયાત્રા યોજી કે પછી આવેદનપત્ર આપી તંત્ર સામે ન્યાયની લડત લડવાનો પ્રયાસ કરવો પડે છે.મોડાસા ના ટિંટોઈ ગામે છેલ્લા ઘણા દિવસોથી રોયલ્ટી વિના ખનીજ ચોરીના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે સંબધિત અધિકારીને અનેકવાર રજુઆત કરી હોવા છતાં,અધિકારી આંખઆડા કાન કરતા,ગત રાત્રે જાગૃત નાગરિકોએ ગામ માંથી પસાર થતા ઓવરલોડ ડમ્પરને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.આવી તો અનેક સમસ્યાઓ થી અરવલ્લીની જનતા પીડાઈ રહી છે.વળી એક બાબુએ તો અરજદાર પાસે નોંધ પડાવવા 15 લાખ પડાવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.આવા ભ્રષ્ટાચાર ના કારણે જિલ્લાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!