GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો.

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ ભાર્ગવ ડાંગર,જિલ્લા કક્ષાએથી મેહુલભાઈ,કાલોલ બીઆરસી કૉ ઓર્ડીનેટર, બાકરોલ સીઆરસી કો ઓર્ડીનેટર પટેલ નયનાબેન, લાગઝન નરેન્દ્રભાઈ, ગામના સરપંચ હરીશભાઈ, ગ્રામ, તાલુકા પંચાયત, સભ્યો,શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ તેમજ ગ્રામજનો, આંગણવાડી સ્ટાફની હાજરીમાં આંગણવાડી, બાલવાટીકા તેમજ ધોરણ એકના બાળદેવોને શૈક્ષણિક કીટ, શિક્ષણવિભાગ કીટ આપી કંકુ તિલક કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ ભાર્ગવ ડાંગર દ્વારા બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના જન્મદિનની ઉજવણીની સાથે તેઓ દ્વારા તિથિભોજન આપી બાળકો પ્રત્યેના અદ્ભૂત પ્રેમ, લાગણીનું એક ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન સાથે શાળાની ઐતિહાસિક સિદ્ધિઓ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું.સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જંકફૂડ નિષેધ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. શાળાના CET, NMMS,જ્ઞાન સાધનામાં પાસ થનાર અને બાલવાટીકાથી ધોરણ આઠમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.વૃક્ષારોપણ સાથે વાલી મિટિંગ કાર્યક્રમો પણ યોજાયા.

Back to top button
error: Content is protected !!