GUJARATKUTCHMANDAVI

નાગિયારી પ્રા. શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ તા. ૨૦ જાન્યુઆરી : ભુજ તાલુકાની નાગીયારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ફાયર બ્રિગેડ ની ટીમ , 108 ઇમરજન્સી ની ટીમ અને રેડ ક્રોસ ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ સમયે રાખવાની થતી તકેદારી અને સલામતી સંબંધી ખૂબ સારી માહિતી ડેમોસ્ટ્રેશન આપી સમજાવવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મેહુલભાઈ ઓરિયા દ્વારા કરવામાં આવેલ તેમજ યશપાલભાઈ અને સમા ભાઈએ ફાયરબ્રીગેડ ના કાર્યો અંગે અને નટવરભાઈ દ્વારા 108 ઇમરજન્સી ના કર્યો અંગે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

Back to top button
error: Content is protected !!