વેજલપુર ની કન્યા વિદ્યાલય ખાતે સાયન્સ લેબનું ઉદ્ઘાટન સાંસદ રાજપાલસિંહના હસ્તે કરવામાં આવ્યું
તારીખ ૦૧/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં આવેલી શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર શાળામાં સાયન્સ લેબનું લોકસભા સાંસદ રાજપાલસિંહના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમારોહ માં EI પારગી,સંસ્થાના પ્રમુખ સતિષભાઈ શેઠ, મંત્રી દેવેન્દ્ર મહેતા,આચાર્ય હર્ષાબેન પંચાલ, સંકુલ સંયોજક અતુલ પટેલ,સહસંયોજક દસાડીયા,વિજ્ઞાન મંડળ માંથી રીતેશભાઈ જોશી,મનીષભાઈ ઓઝા,ડી એમ ચૌહાણ તેમજ અન્ય આચાર્ય,શિક્ષક મિત્ર અને મંડળના સભ્યો હાજર રહ્યા હતા.આ સાયન્સ લેબ મુંબઈ સેવક ટ્રસ્ટ કૌશિકભાઈ સેવકના દ્વારા સંસ્થાને દાન મળેલ છે તે બદલ તેમનો મંડળ તેમજ સંસ્થાએ ઋણ સ્વીકાર્યું હતું સાથે સાથે સંસ્થા માટે જે હંમેશા અડીખમ ઊભા રહ્યા છે તન મન અને ધનથી સંસ્થા માટે કાર્ય કરનાર સંસ્થાના પ્રમુખ સતિષભાઈ શેઠ ને પણ પ્રશસ્તિ પત્ર રાજપાલ ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતા અને સંસ્થાના બે કર્મચારી મીરાબેન સાદરીયા અને ઉર્વશીબેન ચૌધરી ને પણ દીકરીઓ માટે કરેલું ઉમદા કાર્ય બદલ પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.