BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ:કડકિયા કોલેજ પાસે સ્કૂટર સળગ્યું, ચાલકે કૂદીને બચાવ્યો જીવ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલી કડકિયા કોલેજ નજીક આજે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની. સ્કૂટરમાંથી પહેલા ધુમાડો નીકળતો જોઈને ચાલકે તરત જ વાહન સાઈડમાં પાર્ક કર્યું અને નીચે ઉતરી ગયો હતો.
થોડી જ વારમાં સમગ્ર સ્કૂટર આગની લપેટમાં આવી ગયું હતું. સદનસીબે, ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો અને કોઈ જાનહાનિ થઈ નહીં.
ઉનાળાની તીવ્ર ગરમીના દિવસોમાં અંકલેશ્વર વિસ્તારમાં વાહનો અને કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બની છે.

Back to top button
error: Content is protected !!