GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો

જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો

સામાન્યતઃ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે, પરંતુ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ટ્રાફિકની સમસ્યાના સચોટ નિરીક્ષણ માટે ‘સ્પોટ’ પર જ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક યોજી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે અને ઝાંઝરડા ચોકડી નજીક નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, આરટીઓ, પોલીસ સહિતના સંબંધિત અધિકારીઓશ્રીઓ સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરતા રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા, સાઈન બોર્ડ તથા સ્પીડ બ્રેકર મુકવા, માર્ગ મરામત કરવા જરૂરી નિર્દેશ આપ્યા હતા.ઉપરાંત ખાનગી મિલકત ધારકો પોતાની હદમાં વાહન પાર્કિંગ કરે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે રોડ પર જરૂરી લાઇટિંગની વ્યવસ્થા અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આમ, જિલ્લા કલેકટરશ્રીએ આગવા અભિગમ સાથે રોડ સેફટીની બેઠક સ્થળ પર યોજી,વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો હતો. આ તકે નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા, આરટીઓ, પોલીસ, માર્ગ અને મકાન સહિતના વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!