GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરની સાત વર્ષની મલેક ખુશ્બુ એ રમજાન માસનો પ્રથમ રોઝો રાખી સમગ્ર વિશ્વ માટે દુવા માગી

તારીખ ૨૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના કચેરી રોડ સડક ફળિયા ખાતે રહેતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પા ટાઇમ નોકરી બજાવતા અફઝલ મલેક ની સાત વર્ષની દીકરી મલેક ખુશ્બુ અફઝલ દ્વારા રમજાન માસનો પ્રથમ રોઝો રાખી દિવસ દરમ્યાન ખુદાની ઇબાદત કરી પોતાની માતા નજરનાબાનું અફઝલ મલેક ની દેખરેખ હેઠળ ગરમી મા પણ રોઝા રાખીને સમાજના લોકોને સબ્ર અને ધૈર્ય નો ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાત વર્ષની બાળકી ખુશ્બુ મલેકે દિવસ મા પાચં ટાઇમ નમાજ અદા કરી દેશ-વિદેશ અને રાજ્ય મા સુખ શાતિં એકતા બની રહે અને તમાંમ લોકોને અલ્લાહ તંદુરસ્તી આપે તે માટે ખાસ દુવા કરી હતી. મુસ્લીમ સમાજ માં ૧૧ વર્ષ ઉપર ની ઉંમર ના બાળકો ઉપર રોઝા ફરજ હોયછે નાના બાળકો રોઝા કરી જે રીતે ઇબાદત કરે છે તે સમાજ માટે એક સરહાનીય બાબત ગણાય છે.









