GUJARATSINORVADODARA

શિનોર મેમણ સમાજ દ્વારા અનોખી રીતે “મેમણ ડે” ની ઉજવણી કરાઈ


ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા
વેપારિક ક્ષેત્રે તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માં અગ્રસર મેમણ સમાજ દ્વારા વિશ્વભરમાં જ્યાં જ્યાં મેમણ સમાજ વસે છે ત્યાં સેવાકીય કાર્યક્રમો રાખી “મેમણ ડે” ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને શિનોર મેમણ સમાજ દ્વારા પણ એક અનોખી રીતે મેમણ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

વાત કરીએ તો મેમણ સમાજ ના યુવાનો દ્વારા શિનોરના મુખ્ય બજારમાં આવતા-જતા રાહદારીઓને ઠંડા શરબત તેમજ પરલેજી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ મેમણ સમાજના પ્રમુખ યુનુસભાઈ લકીવાલા અને મંત્રી ફરહાન મેમણની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે શિનોર મેમણ સમાજના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!