BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
શ્રવણ વિદ્યાભવન કેશવ પાર્ક અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાઈ ચિત્રસ્પર્ધા
બાળકોએ ચિત્રો સાથે આપ્યો ‘‘સ્વચ્છતા એ જ સેવા’’નો સંદેશ
*****
ભરૂચ- બુધવાર – દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતાની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. આ સાથે લોકોમાં સ્વચ્છતાની આદત વધુ દ્રઢ બનાવવા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શ્રવણ વિદ્યાભવન કેશવ પાર્ક અંકલેશ્વર “સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત,સ્વચ્છ શહેર”ની થીમ ઉપર “ચિત્ર સ્પર્ધા”નું આયોજન કરાયું હતું. બાળકોએ ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો. બાળકોએ ચિત્રો બનાવીને લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.