GUJARATKUTCHMANDAVI

શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ ટુર્નામેન્ટ સાથે જરૂરીયાતમંદ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ ઓક્ટોબર : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ ટુર્નામેન્ટ તેમજ દાતાશ્રીઓનુ સન્માન સમારંભ તથા જરૂરીયાતમંદ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ તારીખ ૨૯/૦૯/૨૦૨૪ ના રોજ હરીલાલ એન પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ .પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાત ભરના ખેલાડીઓએ ભાગ લીધેલ .એક થી પાંચ નંબર સુધીના વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામો તથા બ્રેઇલ લીપીમાં હનુમાન ચાલીશા બુક આપવામાં આવેલ. ચેસ ટુર્નામેન્ટ માં નિર્ણાયક તરીકે દીપ ચાવડા એ સેવા આપેલ. ઇનામ ના દાતાશ્રી નવલસિંહ જાડેજા વરસામેડી અને સામજીભાઇ હુબલ પડાણા રહેલ. હનુમાન ચાલીશ બુક માટે જાડેજા વિજયરાજસિંહ અનુભા તલવાણા એ સહયોગ કરેલ. આ પ્રસંગે વર્ષ દરમ્યાન સંસ્થાને સહયોગ કરનાર ઉપસ્થિત દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવેલ. મુખ્ય અતિથી તરીકે જાદવજીભાઈ સૈયા, મહેદ્રભાઈ ગઢવી, રેનિશ રાવ, કરણ ભુપેન્દ્રભાઈ મહેતા, સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન એસ ચૌહાણ સાહેબ શ્રી,મનોજ વિશનજી વોરા, હેમંતભાઈ વોરા, મગનભાઈ રામજીયાણી, હરેશભાઈ છભાડીયા, મનોજભાઈ જોષી, શિવલાલભાઈ ધોળું, વગેરે મહાનુભવો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની શરૂઆત મહાનુભવો ના હસ્તે દિપપ્રાગટ્ય તેમજ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શૈલેશગીરી ગૌસ્વામી દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત, સંસ્થા પરિચય તેમજ પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રીશ્રી હોથુજી પી જાડેજા એ આપેલ. પધારેલ અતિથી વિશેષશ્રીઓ અને દાતાશ્રીઓનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. દાતાશ્રી દેવરાજભાઈ વિશ્રામભાઈ રાબડીયા એસ ડી માર્બલ માંડવીના સહયોગ થી એશી ટકા દિવ્યાંગ કલ્પેશ ગોર ગુદીયાણીને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ તેમજ મનીષાબેન પટેલ જનકપુરને સંસ્થા તરફથી વ્હીલચેર અર્પણ કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવેલ. કાર્યક્રમ માં દાતાશ્રીઓ દ્વારા દાન ની સરવાણી વહેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમ ના ભોજન દાતાશ્રી છગનલાલ સોમજી રામજીયાણી તેમજ રવજી સોમજી રામજીયાણી જનપર વાળા રહેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા રણછોડભાઈ પટેલ,અજીતસિંહ સમા, રામજીભાઈ ચાવડા,છાયાબેન લાલન,માનસંગજી સોઢા ,કાર્તિકસિંહ જાડેજા, શક્તિસિંહ સોઢા, ગાયત્રીબા જાડેજા વગેરે સહયોગ આપેલ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન આશારીયા ભાઈ ગઢવી મોટા ભાડિયા વાળાએ સભાળેલ.

Back to top button
error: Content is protected !!