શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું…
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું...
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું…
કાંકરેજ તાલુકાના રવિયાણાના પેથાભાઈ બીજોલભાઈ ચૌધરી ના ધર્મ પત્ની શીવાબેન ચૌધરી તા.૨૪/૦૫/૨૦૨૫ના રોજ ૮૩ વર્ષે અવસાન પામતા સ્વ. શિવાબેન ચૌધરીના સ્મણાર્થે સુપુત્રો ઈશ્વરભાઈ ચૌધરી અને ભગવાનભાઈ ચૌધરી પરિવાર દ્વારા ૫૧,૦૦૦/- (એકાવન હજાર) આપી આજીવન તિથી ભોજન શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વિરાબેન અમરાભાઈ કન્યા પ્રા. શાળા,શ્રીમતી રગાબેન બાબરાભાઈ કન્યા મા.શાળા, શ્રીમતી ધુડીબેન રામાભાઈ કન્યા ઉ.મા.શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને આજીવન તિથી ભોજન નોંધાવેલ.દરવર્ષે સ્વ.ની આજીવન તિથિના દિવસે શાળા ની બાલિકાઓ શાળામાં શ્રદ્ધાસુમન અર્પણ કરી તિથી ભોજન જમશે.તે દિવસે શાળામાં સ્વ.ના આત્માને આજીવન યાદ કરી બાલિકાઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી તિથી ભોજન જમે આવા ઉત્તમ કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલ સહીત સમાજ-સંચાલક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરી સ્વ.શીવાબેન ના દિવ્યાત્માને ભગવાન ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530