ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં આવેલ (આમકુ)શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે પરમ પૂજ્ય કૈલાસવાસી સંત શિરોમણી ગુરૂ મહારાજ કાશ્મીર બાપુ ના આશીર્વાદથી ચૈત્રી નવરાત્રી ભાવપુણૅ રીતે ઉજવવામાં આવી હતી નવ દિવસ યજ્ઞ યોજાય છે ભાવિક ભક્તો અહીં દર્શને પધારે છે હિન્દુ શાસ્ત્રોમાં શ્રી ખોડીયાર માતાજી ના દશેરા હવન નું ખાસ મહત્વ હોય છે ,સમ્પૂટીત નવચંઠી યજ્ઞ યોજાયો હતો ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો એ માતાજીના દર્શન આરતી પૂજન હવન ના દર્શન કર્યા હતા મહાપ્રસાદનો લાભ લીધો હતો શક્તિ પૂજાએ ભારતીય સંસ્કૃતિ એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર બીજા સ્વરૂપે રહેલી શક્તિ ઉપર શ્રી ખોડીયાર માતાજીના મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે ચારે બાજુ ડુંગરાની લીલી હરિયાળીથી શોભતા હોય અને આ ધર્મસ્થાને આવેલા યાત્રાળુ ઘણીવાર તો સંસારના તમામ દુઃખો પડી જાય છે ચૈત્રી નવરાત્રીમાં ની આરાધના અને અનુષ્ઠાનનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે ત્યારે આમકુ ખાતે આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ સંત શિરોમણી 1008 કાશમીરી બાપુ ( ઓમકાર પુરી બાપુ) ના શિષ્યા પરમ પૂજ્ય શ્રી 1008 મહંત નમૅદાપુરી માતાજી ની નિશ્રામાં અનુષ્ઠાન કરાયુ હતુ સમગ્ર ક્ષેત્રમાં અને ખાસ કરી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો દશૅન કરવા માટે પધારે છે લોકો અહીં શ્રી દાતારેશ્વર મહાદેવ શ્રી ખોડીયાર માતાજી શ્રી કાર્તિકે સ્વામી કાશ્મીરી બાપુ ની ચેતન સમાધિના દર્શન કરી શીશ ઝુકાવીને આરાધના ભક્તિ અને પ્રાર્થના કરી હતી આશ્રમ ના સેવકગણ ભાઈ બહેનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ