GUJARATIDARSABARKANTHA

શ્રી ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજના વારપુરનાપ્રમુખ તરીકે શ્રી નારાયણદાસ એમ પટેલની નિયુક્તિ

શ્રી ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજના વારપુરનાપ્રમુખ તરીકે શ્રી નારાયણદાસ એમ પટેલની નિયુક્તિ
શ્રી 42 ગોળ કડવા પાટીદાર સમાજની જનરલ સભા તારીખ 9 3 2025 ને રવિવારે શ્રી પ્રભુ હોલ દેશોતર મુકામે યોજાઇ હતી.જેમાં 20 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર હિતેન્દ્રભાઈ ડી પટેલ ની કામગીરીને સમાજના હાજર સભ્યો દ્વારા બિરદાવવા માં આવી હતી અને આ સભામાં 42 કડવા પાટીદાર સમાજના ની નવીન કારોબારીની રચનાકરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે – બોલુંન્દ્રાના વતની અને હાલ અમદાવાદ ખાતે એન્જિનિયરિંગ કંપનીના માલિક અને ભામાશા એવા તેમજ શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી નારણદાસ એમ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેને સમાજના તમામ હોદ્દેદાર શ્રીએ આવકારી હતી મિટિંગમાં સલાહકાર બોર્ડના અધ્યક્ષ નારાયણદાસ પટેલ અરોડા , પૂર્વ પ્રમુખ હિતેન્દ્રભાઈ ડી પટેલે , આચાર્ય કિરણભાઈ તેમજ બોર્ડ સભ્ય ભાનુભાઈએ ફુલહાર કરી પ્રમુખશ્રીને આવકાર્યા હતા તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે નવનિયુક્ત પ્રમુખશ્રીએ સમાજના હોદ્દેદારશ્રી ઓનો દિલથી આભાર માન્યો હતો

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!