ભરૂચ જિલ્લાનાં ઝગડીયાનાં સજ્જાદાનશીન શ્રી રફીકુદ્દીન પીરઝાદા તા. ૨૭/૦૫/૨૦૨૫ નાં રોજ હજયાત્રાએ રવાના થશે.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાનાં ઝગડીયાનાં પીર કાયમુદીન બાબાની દરગાહનાં ગાદીપતી સજ્જાદાહનશીન રફીકુદીન પીરઝાદા ચીશતી સાહેબ હજ યાત્રા પર જતા હોઈ આજરોજ ભરૂચ ખાતે સંબધીઓ અને અનુયાયીઓનો મળ્યા હતાં અને તમામે તેમને ફૂલહાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે તેમનાં ભાણેજ શ્રી ઝયનુલ આબેદીન સૈયદ, વરિષ્ઠ કેળવણીકાર અને કવી શ્રી કે.કે.રોહિત સહીત શુભેચ્છકો અને પરીવારજનો ઉપસ્થીત રહ્યા હતા અને તેમને પવીત્ર હજ યાત્રા સંપુર્ણ સલામતી અને તંદુરસ્તી સાથે પૂર્ણ થાય અને તમામ વીધી સારી રીતે પૂર્ણ કરી તમામ અનુયાયીઓ મિત્રો અને પરિવારજનો તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં સુખ, શાંતી અને સદ`ભાવનું વાતાવરણ હર-હંમેશા માટે જળવાઈ રહે તે માટે મક્કા – મદીનામાં દુઆ ગુજારવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
શ્રી રફીકુદીન પીરઝાદા ચીશ્તી ભરૂચથી તારીખ ૨૭/૦૫/૨૦૨૫નાં રોજ સાંજે ૫.૩૦ વાગે શતાબ્દી એકસપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ જવા રવાના થશે અને ત્યાંથી વિમાન માર્ગે હજ યાત્રાએ જશે.