AHAVADANGGUJARAT

ડાંગ અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલ સીનોદ ગામે સ્લીપર કોચ બસને અક્સ્માત નડ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલ સિનોદ ગામ ખાતે લક્ઝરી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ડાંગ જિલ્લાનાં કલેકટર મહેશભાઈ પટેલને આ ગોઝારા  અકસ્માતની જાણ થતાની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોનાં મુલાકાતે પહોંચ્યા હતા.અને ખબર અંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.ડાંગ અને તાપી જિલ્લાની સરહદીય વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકાના   સીનોદ ગામે  મંગળવારે  વહેલી સવારે 3:05 કલાકે સ્લીપર બસ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં  મહારાષ્ટ્રથી અમદાવાદ જતી શ્રીનાથજીની સ્લીપર ક્લાસ બસ રજી.નંબર AR – 01-R- 1144નાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી જતા  અકસ્માતની ઘટના સર્જાઈ હતી.આ અકસ્માતમાં એક મહિલા ( જેના નામ સરનામાની ખબર નથી તેણીની ઉંમર આશરે 25 થી 35 હોય )જેનું મોત નિપજ્યુ હતુ.અને બસમાં બેસેલ આશરે 30  પેસેન્જરો પૈકી 15થી 20 જેટલા સ્ત્રી પુરૂષોને નાની મોટી ઈજાઓ પહોંચતી હતી.ત્યારે  પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તોને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટનાની જાણ થતા જ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી હતી.આ અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!