BHUJGUJARATKUTCH

ભુજ તાલુકાના નાના વરનોરા ગામે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ્યો

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટીતંત્રે અંદાજે રૂ. ૩૭.૫૦ લાખની સરકારી જમીન અતિક્રમણથી મુક્ત કરાવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૭ જૂન : કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ ગ્રામ્ય મામલતદાર, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા માર્ગ અને મકાન (R&B) વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.આ દબાણ હટાલ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગમાં અડચણરૂપ બનતી ૨૧ જેટલી પાકી દુકાનો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કામગીરીમાં અત્યાર સુધીમાં આશરે ૧૫૦૦ ચોરસ મીટર જેટલી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે. મુક્ત કરાયેલી આ સરકારી જમીનની કિંમત અંદાજિત રૂપિયા ૩૭ લાખ ૫૦ હજાર જેટલી થવા જાય છે સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની આ ઝુંબેશ હજુ પણ અવિરતપણે ચાલુ જ છે. કચ્છ વહીવટી તંત્ર દ્વારા નાના વરનોરાના ગામતળ અને સીમ વિસ્તારમાં રહેલા અન્ય ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!