ગાંભોઈ પોલીસ લુખ્ખા તત્વોના સહારે દબાણનો વિરોધ કરનાર સામાજિક કાર્યકર અને પત્રકાર સોની પર હીચકારો હુમલો
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગાંભોઈ પોલીસ લુખ્ખા તત્વોના સહારે દબાણનો વિરોધ કરનાર સામાજિક કાર્યકર અને પત્રકાર સોની પર હીચકારો હુમલો
સરકારી ગાઈડલાઈન પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જનતાને અડચણરૂપ દબાણો હટાવી લેવા તેના અનુસંધાને હિંમતનગર તાલુકાના ગાંભોઈ ભિલોડા રોડ પર આવેલા દબાણો પોલીસ દ્વારા હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નવાઈની વાત એ હતી કે પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ સહિતના કેટલાક કહેવાતા કર્મચારીના કેબીનો કે જે દબાણની વ્યાખ્યામાં અને જનતાને અડચણરૂપ હતા. જે તે દબાણો નહીં હટાવીને પોલીસે વહાલા દવાલાની નીતિરીતે અપનાવી હોવાનું વેપારીઓ અને જાહેર જનતા જાહેરમાં ચર્ચાઓ કરતી હતી. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે સામાજિક કાર્યકર અને પત્રકાર સોનીએ મીડિયા દ્વારા આ સમગ્ર બાબત પ્રકાશમાં લાવવા પ્રયાસ હાથ ધરતા ગાંભોઈ પોલીસના ઇશારે ગત્ તારીખ તારીખ 11 મી નવેમ્બર ની રાત્રે લગભગ 7:00 વાગ્યાની આસપાસ પત્રકાર સોની બહારથી આવી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કહેવાતા લુખ્ખા તત્વો એ લાગ જોઈને પત્રકાર સોની પર તૂટી પડ્યા હતા. અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોનીએ સમય સુચુકતા વાપરીને ત્યાંથી દૂર થવાનો પ્રયત્ન કર્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. આ સંદર્ભે સોનીએ આવા તત્વોથી પોતાની જાનને તથા પરિવારને જોખમ હોવાનું જણાવી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતની કહેવા તીગતિશીલ અને પ્રગતિશીલ ભાજપ સરકાર માં લુખ્ખા તત્વ સહિત અસામાજિક તત્વો ને લોકોને પરેશાન કરવાનો ધાક ધમકી આપવાનો છૂટો દોર મળી રહ્યો છે. ત્યારે ભયમુક્ત ગુજરાત ભયમુક જનતા ની સરકારની વાતો અને જાહેરાતો માત્રને હવામાં ઉડી રહી છે. ત્યારે ગાંભોઈ ના રહીશ પત્રકાર સોની પર થયેલ હુમલા માં સામેલ તમામને કડકમાં કડક શિક્ષા થાય અને સામેલ તમામ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.