GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસ દ્વારા મહેલોલ અને હરકુંડી ગામે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી નીભાવતા ૩ દુકાનદારો સામે કાર્યવાહી.
તારીખ ૧૫/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને માહિતી મળી કે આ વિસ્તારમા મહેલોલ અને હરકુંડી ખાતે મોબાઈલ ફોનના દુકાનદારો જુના નવા મોબાઈલ ફોન વેચાણ કરે છે પરંતુ વેચાણ રજીસ્ટર ની ભાવતા નથી જે આધારે મહેલોલ યુનિયન બેન્ક ની બાજુમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલ શોપમાં પ્રજ્ઞેશભાઈ ચંદ્રવદન સુથાર તેમજ વેજલપુર રોડ પર આવેલ પ્રિયાંશી મોબાઈલ શોપ કેવલભાઈ જયેશભાઈ પારેખ અને હરકુંડી રોડ પર આવેલ ન્યુ કૃપા મોબાઇલ શોપ રાજેશ ભાઈ હુંટાજી મારવાડી ની દૂકાનો મા તપાસ કરી મોબાઇલ વેચાણ રજીસ્ટર માંગતા આ તમામ દુકાનદારોએ મોબાઈલ રજીસ્ટર પોતે બનાવેલ ન હોવાનું જણાવતા તો તમામ દુકાનદારો સામે જાહેરનામા ભંગ ની કાર્યવાહી હાથ ધરી ગુના દાખલ કરેલ