પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
તા.૧૧/૦૭/૨૦૨૪
રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સામાજિક સમરસતા મંચે ભરૂચ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેનપત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સામેલ કરવાના વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત- સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે.
જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે કેમ કે ભગવદ્ ગીતા એ સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનુ પ્રતિક છે. જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે.
આજ નું બાળક એ આવતી કાલ નો ભારત દેશ નો નાગરિક છે. ભારત દેશ ના ઉજ્વળ ભવિષ્ય અને સંગઠિત, સશક્ત ભારત માટે દેશ નો નાગરિક સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતા ના મૂલ્યો નું જતન કરવા વાળો હોવો જોઈએ. ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા માટે સામાજિક સમરસતા મંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સામાજિક સમરસતા મંચ ના આ કર્યક્રમ માં ભરૂચ ના સામાજિક સમરસતા મંચ ના કાર્યકર્તાઓ ડૉ. કમલેશભાઈ રાવલ, કિશનભાઈ મિસ્ત્રી, સંત સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ સ્વામી રાજરાજેશ્વર સ્વામીજી, આત્મીય સ્વામિનારાયણના સ્વામી હરિશરણ તથા સ્વામી વિવેક દર્શન સ્વામીજી, સ્વામી લોકેશાનંદજી, સ્વામી રાઘવેન્દ્રદાસજી, સ્વામી મુક્તાનંદજી, જીતુભાઇ, ઉમેશભાઈ મિસ્ત્રી, કમલેશભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, અધિવક્તા પરિષદ ના પ્રકાશભાઈ મોદી, , વિશ્વ હિન્દૂ પરિષદ ના અજયભાઇ મિશ્રા, શિક્ષણ જગત ના અગ્રણીય કમલેશભાઈ પટેલ, કૌશિકભાઈ લીમ્બચીયા, ધર્મ જાગરણ મંચ ના અગ્રણી ધર્મેન્દ્રસિંહ રણા વિગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.