GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લામાં એનએફએસએના લાભાર્થીઓ માટે પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવ યોજાઈ,

છેલ્લા દસ દિવસમાં ૫૫૦૦૦૦ થી વધુ લાભાર્થીઓના પીએમજેએવાય કાર્ડ કાઢવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લામાં એનએફએસએના લાભાર્થીઓ માટે પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવ યોજાઈ હતી.જેમાં છેલ્લા દસ દિવસમાં ૫૫૦૦૦૦ થી વધુ લાભાર્થીઓના પીએમજેએવાય કાર્ડ કાઢવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનએફએસએના લાભાર્થીઓ માટે પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવ યોજાઈ હતી.જેમાં છેલ્લા દસ દિવસમાં ૫૫૦૦૦૦ થી વધુ લાભાર્થીઓના પીએમજેએવાય કાર્ડ કાઢવામાં આવ્યા હતા.તેમજ જૂનાગઢ જિલ્લાના કોર્પોરેશન તથા ગ્રામ્ય વિસ્તાર મળીને એનએફએસએ કેટેગરીના કુલ ૫,૨૯,૦૦૦ પીએમજેએવાય કાર્ડ નીકળી ગયા છે.પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વિવિધ કેટેગરીના લાભાર્થીઓને કુટુંબ દીઠ કુલ વાર્ષિક ૪ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને રૂ. ૧૦ લાખના કુલ ૨૭૦૦ થી વધુ પ્રકારના રોગ તથા ઇમરજન્સી સેવાનો લાભ સરકારી તેમજ યોજના હેઠળ જોડાયેલી ખાનગી હોસ્પિટલમાં કેશલેસશ કરવામાં આવે છે.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારના એનએફએસએ કેટેગરીના લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડ મળી રહે તે હેતુસર પુરવઠા વિભાગમાંથી દરેક લાભાર્થીની નામદીઠ યાદી મેળવી તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગો સાથે સંકલન કરી કાર્ડ કાઢવાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તા.૧૨/૫/૨૦૨૫ થી ગ્રામ્ય વિસ્તારમાં ગામદીઠ અને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે વિવિધ વિભાગો સાથે સંકલન કરી રાત્રી કેમ્પ કરી છેલ્લા દસ દિવસમાં ૫૫ હજાર જેટલા કાર્ડ કાઢવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે,પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સભ્યશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા હવે આગામી દિવસોમાં પણ આ પ્રકારના મેગા કેમ્પનું આયોજન હાથ ધરી બાકી રહેતા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!