GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના નારણપુરા ગામના ડેપ્યુટી સરપંચના બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોઓ દ્વારા ચોરી.

 

તારીખ ૦૬/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપસિહ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તારીખ ૨/૧૦/૨૦૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ ત્યારબાદ તેઓના મકાનને થી સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવારે તેમના ફળિયામાં રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા‌ મકાનો દરવાજો ખુલ્લા છે અને‌‌ તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેની વિગતો જોતા રુ ૩૪,૭૦૦ મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!