GUJARATJUNAGADH

મહાનગર પાલિકા,જુનાગઢ અને હિલદારી ટીમ ના સંયુક્ત ઉપક્રમે મહાનગર પાલિકા,જુનાગઢમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ‘સ્ટેક હોલ્ડર’કાર્યક્રમ, સફાઈ કર્મીઓને ગ્લોઝ, માસ્ક, સેફટી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મહાનગર પાલિકા,જુનાગઢ અને હિલદારી ટીમ ના સંયુક્ત ઉપક્રમે મહાનગર પાલિકા,જુનાગઢમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે 'સ્ટેક હોલ્ડર'કાર્યક્રમ, સફાઈ કર્મીઓને ગ્લોઝ, માસ્ક, સેફટી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ડો.ઓમ પ્રકાશ HAS માન.કમિશનરશ્રી મહાનગર પાલિકા,જુનાગઢના માર્ગદર્શન મુજબ શ્રી ડી.જે.જાડેજા નાયબ કમિશનરશ્રી અને શ્રી કલ્પેશ ટોલીયા આસી.કમિશ્નર ટેક્સ અને સેનીટેશન સુપ્રી.ની સુચના મુજબ જુનાગઢ શહેરમાં સ્વચ્છતા વિષે જન જાગૃતી માટે નકકી કરેલ ‘હિલદારી ટીમ” અને મહાનગર પાલિકા,જુનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૩/૨૦૨૫ના રોજ ‘સફાઈ કર્મચારી વર્કશોપ”નું ડો.આંબેડકર ભવન,ટેલીફોન એકસચેંજ પાસે,દાતાર રોડ ખાતે આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહાનગર પાલિકા,જુનાગઢના ડો.ઓમ પ્રકાશ As માન.કમિશનરશ્રી, શ્રી આકાશભાઈ કટારા માન.ડે.મેયરશ્રી,શ્રી પલ્લવિબેન ઠાકર માન.ચેરમેનશ્રી સ્થાયી સમિતિ,શ્રી ડી.જે.જાડેજા માન.નાયબ કમિશનરશ્રી,શ્રી ગીતાબેન પરમાર,શ્રી ચેતનાબેન ચુડાસા,શ્રી અશ્વીનભાઈ ભારાઈ કોર્પોરેટરશ્રી વોર્ડ નં.૯,શ્રી અમુદાનભાઈ ગઢવી સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડરશ્રી મહાનગર પાલિકા,જુનાગઢ,શ્રી વિજયભાઈ વાળા પ્રમુખશ્રી સફાઈ કર્મચારી યુનીયન મહાનગર પાલિકા, જુનાગઢ, શ્રી દિનેશ ભાઈ ચુડાસમા પ્રમુખશ્રી વાલ્મીકી સમાજ–જુનાગઢ ઉપસ્થીત રહયા હતા. આ તકે ડો.ઓમ પ્રકાશ માન.કમિશનરશ્રી દવારા સ્વચ્છ સર્વેક્ષણમાં અને શહેરને સ્વચ્છ રાખવાની સફાઈ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી અને સ્વચ્છ સર્વેક્ષણ બાદ આગામી દિવસોમાં ‘ગાર્બેજ ફ્રી સીટી'(કચરા મુકત શહેર) અને વોટર પ્લસ અંગેનું સર્વે થનાર હોય જેથી સ્વચ્છતા અંગેની સારી કામગીરી જાળવી રાખવા અને જુનાગઢને સ્વચ્છ શહેર બનાવવામાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી અને શ્રી પલ્લવીબેન ઠાકર માન.ચેરમેનશ્રી સ્થાયી સમિતિ અને શ્રી ગીતાબેન પરમાર માન.કોર્પોરેટરશ્રી વોર્ડ નં.૯ દવારા સફાઈ કર્મચારીઓની કામગીરી ની પ્રશંસા કરતા જુનાગઢ સ્વચ્છ શહેરમાં પ્રથમ સ્થાને આવશે તેવી અપેક્ષા વ્યવકત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હિલદારી ટીમ વતી નીરજભાઈ અને ટીમ તથા મહાનગર પાલિકા,જુનાઢ વતી શ્રી રાજેશ ત્રીવેદી, હિતેષ પરમાર અને ધર્મેશ ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!